Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ-વિલાયત દ્વારા ઉન્નતિ પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને કીટ-મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ

હું નારી સામાન્ય રીતે પ્રેમનું સ્વરૂપ છું, પણ સંઘર્ષમાં શક્તિનું પ્રતિક પણ છું. હું એકમાં અનેક છું, અન્ય સાથે રહી ઉજાસ તરફ આગળ ગતિમાન થઈ રહી છું

ભરૂચ : ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ-વિલાયત દ્વારા ઉન્નતિ પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને કીટ-મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ
X

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના CSR વિભાગ દ્વારા આસપાસના 12 ગામોની જરૂરીયાતમંદ બહેનોના જીવનમાં બદલાવ લાવવા તેમજ તેઓ આજીવિકા પ્રાપ્ત કરે અને પોતાના જીવનમાં આત્મનિર્ભર બને તેમજ સ્વમાનભેર સમાજમાં જીવન જીવી શકે તે માટે ગ્રાસિમ દ્વારા ઉન્નતિ પ્રોજેક્ટની અતુલ્ય પહેલ કરવામાં આવી છે.

હું નારી સામાન્ય રીતે પ્રેમનું સ્વરૂપ છું, પણ સંઘર્ષમાં શક્તિનું પ્રતિક પણ છું. હું એકમાં અનેક છું, અન્ય સાથે રહી ઉજાસ તરફ આગળ ગતિમાન થઈ રહી છું. ઉન્નતિ એક એવી પહેલ છે, જ્યાં બહેનોને સ્વાવલંબી અને સ્વાભિમાનના પ્રવાહ તરફ લઈ જનારો વ્યૂહાત્મક પ્રયાસ છે, જેની પાસે કુશળતા નથી તેને કુશળતા પ્રાપ્ત કરવાનો અવસર છે, જેની પાસે કુશળતા છે, તેને શ્રેષ્ઠ અને નિપૂર્ણ બનવાની અતુલ્ય તક છે, અને જે શ્રેષ્ઠ અને નિપૂર્ણ છે તેને સ્થાયી તેમજ વિકસિત થવાની તક તથા સુરક્ષા છે. ઉન્નતિ પ્રકલ્પમાં ગ્રાસિમ CSRમાં સમાવિષ્ટ 25 ગામોમાંથી તબક્કાવાર 10 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં 250થી 300 જેટલા બહેનોના જીવનમાં બદલાવ લાવવાનું આયોજન કરવામાં આવનાર છે.

કાર્યક્રમ દરમ્યાન દીકરીઓને શિષ્યવૃતિના ચેક અને કુપોષિત બાળકોને પ્રોટીન પાઉડરની કીટ પણ વિતરણ કરવામાં આવી. આ સાથે જ તમામ હાજર રહેલ અધિકારીગણ અને તમામ બહેનોને કાર્યક્રમમાં હાજર રહ્યાં તે બદલ તેઓનો આભાર માની ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના વિલાયતના યુનિટ હેડ આશિષ ગર્ગ દ્વારા બહેનોને જણાવાયું હતું કે, ગ્રાસિમ આપને જરૂરી તમામ મદદ પૂરી પાડશે. પરંતુ લડવું તો તમારે જ પડશે, સાથે જ ઉપસ્થિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડેપ્યુટી કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ જીગર દવેએ એક બહેન આત્મનિર્ભર થાય તો 2 પેઢીને તારે, જેવા ઉદાહરણો આપી મુખ્ય મહેમાન તરીકે સરકારની વિવિધ યોજનાઓ વિષે કાર્યક્રમમાં હાજર 300 બહેનોને જણાવ્યું. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી, ભરૂચના અધિકારી પ્રવિણ વસાવાએ બહેનો માટેની તમામ સરકારી યોજનાઓનો લાભ આપવાની બાહેધરી અને વિશ્વાસ અપાવ્યો. DYSP પી.એલ.ચૌધરીએ બહેનો ગ્રાસિમના ઉન્નતિ પ્રોજેક્ટ દ્વારા ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ આપી, શૈલી મેડમે બહેનોને નારીના વિવિધ રોલ જીવનમાં રહેલા છે, અને તેનું મહત્વ સમજાવ્યું, CSR હેડ હેમરાજ પટેલે કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કરતાં પ્રોજેક્ટ વિષે અને ગ્રાસિમ CSR દ્વારા ચાલી રહેલ 10 વિવિધ પ્રોજેક્ટો વિષે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. CSR ટીમમાંથી તૃપ્તિબેન અને પ્રકાશભાઇએ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ સાથે જ ઉન્નતિ પ્રોજેક્ટની અમલીકરણ સંસ્થામાંથી રણવીરભાઈ અને લક્ષ્મીબેનએ હાજર રહી સંસ્થા વિષે માહિતી આપી હતી. દેરોલ ગામના સરપંચ ભીખીબેન, ડે.સરપંચ દિલાવરભાઈ તેમજ ગામના અન્ય આગેવાનો, ગ્રાસિમ કંપનીના એડમીનીસ્ટ્રેશન વિભાગના વડા ભાવિનભાઈ, ઇપોકસી યુનિટના HR વિભાગના હેડ અતુલ સાહુ, કેમિકલ વિભાગના ERના વડા રવિચંદ્રએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story