ભરૂચ: વડદલા ગામમાં બે મકાનોમાં ચોરીનો પ્રયાસ, તસ્કરો CCTV કેમેરામાં કેદ,જુઓ વિડીયો

New Update
ભરૂચ: વડદલા ગામમાં બે મકાનોમાં ચોરીનો પ્રયાસ, તસ્કરો CCTV કેમેરામાં કેદ,જુઓ વિડીયો

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે.જીહા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વડદલા ગામમાં 14 મી તારીખે વહેલી સવારે લગભગ 3 થી 5 ના સમયગાળામાં એક ઈકો કાર લઈને તસ્કરો ત્રાટકયા હતા.જેમાં આ તસ્કરો આખાય ગામમાં ઈકો લઈને ફરીને રેકી કરી હતી.જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું.આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોચ્યા હતા.

પરતું કોઈ બાઈક સવાર ત્યાં આવી જતાં તેઓ ઈકોકાર લઈને ભાગી ગયા હતા.આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી.આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનોએ સી ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, આ તસ્કરો જે ઇકોકાર લઈને આવ્યા હતા તે કરગટ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ હતા.ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રીના કડક પોલીસ પેટ્રોલિંગની માગ કરી છે.

Latest Stories