ભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક ઉભેલ ટ્રક પાછળ ભટકાતા બાઈક સવાર પતિ-પત્નીનું મોત

ભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક ઉભેલ ટ્રક પાછળ ભટકાતા બાઈક સવાર પતિ-પત્નીનું મોત
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભેલ હાઇવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું, જચારે બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના બકાનગરમાં રહેતા ઉદેસીંગ છત્રસીંગ રાજ ઉ.વ.૫૮ આજરોજ તેમની પત્ની મેહમુદાબેન સાથે મોટરસાયકલ પર ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા. ત્યારે રાજપારડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઇડમાં ઉભી રહેલ એક હાઇવા ટ્રકના પાછળના ભાગે મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ઉદેસીંગ રાજ અને તેમની પાછળ બેઠેલ તેમના પત્ની મેહમુદાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદેસીંગ રાજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત મેહમુદાબેનને બન્ને હાથે ફેકચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા,ત્યારબાદ સારવાર દરમિયાન મેહમુદાબેનનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં રાજપારડીના દંપતિનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો.પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

#Bharuch #ConnectGujarat #Rajpardi #Bike rider
Here are a few more articles:
Read the Next Article