ભરૂચ: ઝનોર આરોગ્ય કેન્દ્રના ગુમ થયેલ તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો

મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં.

New Update
ભરૂચ: ઝનોર આરોગ્ય કેન્દ્રના ગુમ થયેલ તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો

ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં અને ગડખોલ બદલી પામેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો. તેઓ બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી. મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં.

મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઇડી કાર્ડ મળતાં તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઇ હતી. પોલીસે તપાસ કરતા મૃતક ઝનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં. બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગડખોલ પી.એચ.સી સેન્ટર પર એક દિવસ માટે ફરજ પર તેઓ આવ્યા બાદ ઘરે પરત પહોંચ્યા ના હતા.

મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએ ગુમ થયેલ 43 વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશ કુમાર સિંધાનો હોવાની શંકા ઉદભવી હતી. પણ ચહેરો ડી કમ્પોઝ હોવાથી ખરેખર એ જ છે કે કેમ તે પણ સવાલ ઉભા થયા હતા. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. મૃતક ઈસમ ડૉ રાજેશકુમાર સિંધા છે કે કેમ ? તેમજ મૃતદેહ પર કોઈ ઇજા ના હોવાથી હત્યા કે પછી આત્મહત્યા છે કે કેમ ? તે સવાલનો જવાબ શોધવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Latest Stories