ભરૂચ : ટ્રાફિક પોલીસ જવાનોને ગરમીમાંથી રાહત મળે તેવા હેતુ સાથે VYO દ્વારા છાશનું વિતરણ કરાયું

રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે,

New Update
ભરૂચ : ટ્રાફિક પોલીસ જવાનોને ગરમીમાંથી રાહત મળે તેવા હેતુ સાથે VYO દ્વારા છાશનું વિતરણ કરાયું

છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડીહાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને છાસનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું.

ભરબપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક જવાનો તેમજ બીટીઇટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લવ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આવનાર 2થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ, પ્રભારી આશિત તોલાટ, સંસ્થાના VYOના પ્રમુખ રોનક શાહ, સેક્રેટરી ચૈતન્ય શાહે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Latest Stories