New Update
/connect-gujarat/media/post_banners/5ae40905f37bad3c73f450825faee23002714a11151c02e1a26bd2bf606af3e8.webp)
ભરુચ એલસીબીએ નબીપુર પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરુચ ખાતેથી ઝડપી પાડ્યો હતો
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વોન્ટેડ,પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી આપેલ સુચનાને આધારે ભરુચ એલસીબીના પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નબીપુર પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ભરુચમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચ શીતલ સર્કલ પાસેથી નિકોરા ગામ ગામના ટાંકી ફળિયામાં રહેતો પિયુષ સુરેશભાઇ વસાવાને ઝડપી પાડ્યો હતો.