Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સેફ્ટી-ક્વોલિટી-પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખી ઔદ્યોગિક એકમોને ZED સર્ટિફિકેશન કરાવવા DICની અપીલ…

X

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા-ક્વોલિટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનું આયોજન

ઝેડ સર્ટિફિકેશન અંગે ઔદ્યોગિક એકમોને સર્ટિફિકેશન કરાવવા અપીલ

નર્મદા કોલેજ સાથે જોડાણ કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કામગીરી

કોલેજના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટના ભાગરૂપે કામગીરીની સોંપણી કરાય

સેફ્ટી, ક્વોલિટી, પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખીને અપાશે સર્ટિફિકેશન

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિવિધ બેંક દ્વારા અપાતા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનના ફાયદાઓ અન્વયે ક્વોલીટી કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા એમ્પેનલ્ડ કરાયેલ એજન્સી અને ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી મહતમ ઔધોગિક એકમોને આવરી લેવામાં આવ્યા છે. ભારત સરકારના MSMEની મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન અંગે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. MSME યુનિટના પ્રોડક્ટસની વિશ્વસનિયતા વધે અને ભારતના MSME યુનિટ ગ્લોબલિ કોમ્પિટીટીવ બને તે આશયથી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પ્રોગ્રામને જિલ્લા સ્તરે લાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ત્રણ અલગ અલગ તબક્કાઓમાં ઝેડ સર્ટિફિકેશન આપવામાં આવતા હોય છે. જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેશન મુખ્ય તબક્કા છે. આ સર્ટિફિકેશન સેફ્ટી, ક્વોલિટી, એન્વાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખીને MSME યુનિટને આપવામાં આવતા હોય છે, ત્યારે હાલ તો ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. ઝેડ સર્ટિફિકેશન અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આ સાથે જ રેલ્વે નુરમાં પણ રાહત આપવામાં આવે છે. ઉપરાંત પ્રોસેસિંગ ચાર્જમાં પણ રાહત આપવામાં આવતી હોય છે. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને UPL યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે. આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની જેમ ભરૂચ જિલ્લાના યુનિટો પણ પ્રોડક્ટિવિટી, ક્વોલિટી અને સેફટી તેમજ પર્યાવરણ અંગે સજાગ રહે તે માટે તમામ MSME યુનિટોને અપીલ કરવામાં આવી છે કે, જ્યારે પણ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જે તે ઉદ્યોગો પાસે સર્ટિફિકેશન માટે આવે તો તેઓને સહકાર અને સહયોગ આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. તો બીજી તરફ, સર્ટિફિકેશન પ્રોત્સાહનના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ MSME તરફથી હાલ કોઈપણ પ્રકારના ચાર્જ વગર વિનામુલ્યે કામગીરી કરવામાં આવતું હોવાનું ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જણાવાયું છે.

Next Story