Connect Gujarat
ભરૂચ

ભરૂચ જિલ્લા ઓપન ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, ક્વીન ઓફ એન્જલ VS સંસ્કાર વિદ્યાલય વચ્ચે ફાઇનલ...

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપકર્મે ભરૂચ જિલ્લા ઓપન ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુન્શી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુત ઉપક્રમે ભરૂચ જિલ્લા ઓપન ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્વીન ઓફ એન્જલ સ્કૂલ વિજેતા થઇ હતી, જ્યારે સંસ્કાર વિદ્યાભવન ઊપવિજેતા રહી હતી.

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપકર્મે ભરૂચ જિલ્લા ઓપન ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુન્શી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાની 18 સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ક્વીન ઓફ એન્જલ અને સંસ્કાર વિદ્યાલય વચ્ચે રમાય હતી. જેમાં ક્વીન ઓફ એન્જલ વિજેતા થઈ હતી. ફાઈનલ બાદ ભરૂચ ક્રિકેટ એસોસએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ઇનામ વિતરણ કાર્યકમ યોજાયો હતો. ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દરેક મેચના મેન ઓફ ઘી મેચ, સંપૂર્ણ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને મેન ઓફ ઘી સિરીઝ, ફાઇનલ મેચના મેન ઓફ ઘી મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તેમજ ટુર્નામેન્ટની રનર્સઅપ ટ્રોફી અને વિજેતા ટીમને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ભરૂચ ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી સ્કુલ ટુર્નામેન્ટનું મહત્વ સમજાવ્યું હતું. મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલેહએ ક્રિકેટ માટે હમેશા ગ્રાઉન્ડ આપવાની તૈયારી દર્શાવી જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં ભરૂચ ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, માનદ મંત્રી ઇસ્તિયાક પઠાણ, ઇવેન્ટ ચેરમેન મનીષ નાયક, ભરૂચ ક્રિકેટ એસોશિએશનના સભ્ય તથા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલેહ, યુનુસ પટેલ, કમિટી સભ્ય સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story