Connect Gujarat
ભરૂચ

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક રાયફલ ફાયરીંગ તાલીમનું આયોજન, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા..!

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને રાયફલ ફાયરીંગની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

X

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક રાયફલ ફાયરીંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના રજીસ્ટ્રેશન માટે જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને રાયફલ ફાયરીંગની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાયફલ ફાયરીંગની તાલીમ ૧૫થી ૨૫ વર્ષની મહિલાઓને નિ:શુલ્ક આપવામાં આવશે, ત્યારે આ તાલીમમાં ભાગ લેવા માટે ઇચ્છા ધરાવતી મહિલાઓએ પોલીસ અધીક્ષકની કચેરી, કાળી તલાવડી, ભરૂચ ખાતે તા. ૦૧/૦૪/૨૦૨૩થી તા.૧૧/૦૪/૨૦૨૩ સુધીમાં જાહેર રજાના દિવસ સિવાય સવારે ૧૧થી સાંજે ૬ કલાક દરમ્યાન વહીવટી શાખામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિયત તારીખ બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં કે, રજીસ્ટ્રેશન સિવાયની મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકાશે નહીં.

Next Story