/connect-gujarat/media/post_banners/a9006e7cf723df130b5d21b339a852cd65232bacf4d1f2a88ec56d06d1aa11a5.jpg)
મુંબઈના ડો સૈયદના અલી કદર મુફદર સૈફુદ્દીન કે જેઓ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ છે. જેઓ ગોધરા ખાતે એક કાર્યક્રમમાં રેલ્વે ટ્રેન મારફતે ભરૂચ નજીકથી પસાર થનાર હોવાની જાણ ભરૂચ જિલ્લામાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોને થતા પોતાના ધર્મ ગુરુના દીદાર માટે ભરૂચના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર હજારોની સંખ્યામાં લોકો પોતાના ધર્મ ગુરુના દીદાર માટે પડા પડી કરતાં જોવા મળ્યા હતા. રેલવે ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. ધર્મગુરુ રેલવે ટ્રેનમાં પાછળના ડબ્બામાં સવાર હોય અને તેમના દિદાર માટે લોકોએ પણ નજરે નજર ધર્મ ગુરુને નિહાળીને ધન્યતા અનુભવી હતી અને ધર્મગુરુનું બેન્ડ વાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.