Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તા. 21મી જૂને “વિશ્વ યોગ દિવસ”ની જિલ્લાભરમાં ભવ્ય ઉજવણી કરવા વહીવટી તંત્રનું આયોજન : કલેક્ટર તુષાર સુમેરા

X

વિશ્વ યોગ દિનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી પત્રકાર પરિષદ

GNFC ગ્રાઉન્ડ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી

જિલ્લભરના આઇકોનિક સ્થળોએ યોજાશે યોગ : કલેક્ટર તુષાર સુમેરા

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આગામી તા. 21મી જૂનના રોજ આયોજિત “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાય હતી. જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માધ્યમો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આગામી તા 21મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં “ONE EARTH-ONE HEALTH”ની થીમ સાથે “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં આઇકોનિક સ્થળોએ યોગ યોજાશે. જેમાં GNFC ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે 3 હજારથી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વધુમાં 21મી જૂનના રોજ યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવા ભરૂચ નગરજનોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ અપીલ કરી હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી ભરૂચ, જિલ્લા રમત-ગમત અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story