ભરૂચ : અંધજનો પણ બન્યાં "આત્મનિર્ભર", બ્રેઇલ લિપિના સ્થાપકની જન્મજયંતિ ઉજવાય

પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાનરૂપ એવી બ્રેઇન લિપિના શોધક લુઇસ બ્રેઇલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચની ગુડવીલ સ્કુલમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

New Update
ભરૂચ : અંધજનો પણ બન્યાં "આત્મનિર્ભર",  બ્રેઇલ લિપિના સ્થાપકની જન્મજયંતિ ઉજવાય

પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાનરૂપ એવી બ્રેઇન લિપિના શોધક લુઇસ બ્રેઇલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચની ગુડવીલ સ્કુલમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....

ભરૂચની સ્વામીનારાયણ ગુડવીલ સ્કુલમાં પોતાની કાર્યક્ષમતાઓનું પ્રદર્શન કરી રહેલાં વ્યકતિઓ પ્રજ્ઞાચક્ષુઓ છે. સામાન્ય રીતે આપણી એક માનસિકતા છે કે પ્રજ્ઞાચક્ષુઓ કઇ કરી શકતાં નથી પણ આ પ્રજ્ઞાચક્ષુઓ આપણી માનસિકતાને ખોટી ઠેરવી રહયાં છે. તેઓ સામાન્ય માણસોની જેમ મોટર રીવાઇન્ડીંગ સહિતના અનેક રોજગારલક્ષી કામો કરી રહયાં છે.

4 જાન્યુઆરી 1809 માં ફ્રાન્સમાં જન્મેલા લુઇસ બ્રેઇલ માત્ર આઠ વર્ષની ઉંમરમાં એક અકસ્માતમાં આંખ ગુમાવી દીધી દેતા લખવા અને વાંચવામાં તકલીફ પડતા તેમણે 8 વર્ષ ની મહેતન બાદ પ્રજ્ઞાચક્ષુઓને આશીર્વાદરૂપ બ્રેઇલ લિપિની શોધ કરી હતી.. તેમની ધીરજ અને મહેનતને પરિણામે 1829માં તેમણે એક એવી લિપિ વિકસાવી હતી કે જેની મદદ વડે નેત્રહીન લોકો પણ સરળતાથી વાંચી શકે તેમણે કાગળ પર બિંદુઓ એવી રીતે ઉપસાવ્યાં હતા કે જેને આંગળી સ્પર્શી લોકો પ્રત્યેક અક્ષરને ઓળખી શકે.લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે બ્રેઈલ લિપિની શોધી કરતા આજે પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇન લિપિથી અભ્યાસ કરી સમાજમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા અંધજન શાખા તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય સરકારના પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયા પણ હાજર રહયાં હતાં. અંધજનો માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે..

Latest Stories