Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વસ્થ ભારત અભિયાન હેઠળ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો...

નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં મિત્રોએ લાભ લીધો હતો

ભરૂચ : સ્વસ્થ ભારત અભિયાન હેઠળ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો...
X

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સભ્યો અને તેમના પરિવારજનો તેમજ મિત્રોએ લાભ લીધો હતો. ભરૂચ શહેરના આર.કે. કાસ્ટા સ્થિત મેપલ હોસ્પીટલ ખાતે સ્વસ્થ ભારત અભિયાન યોજના હેઠળ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં મિત્રોએ લાભ લીધો હતો.


આ કેમ્પમાં રેન્ડમ બ્લડ સુગર, ડાયાબેટીક લેવલ, ઓકસીઝન લેવલ, બ્લડપ્રેસર, ઈલેકટ્રો કાર્ડીયોગ્રામ. હ્રદયની સ્વસ્થતા, બોડી માસ ઈન્ડેક્ષ તેમજ નિ:શુલ્ક નિષ્ણાંત તબીબનું કન્સલ્ટેશન સાથે હોસ્પીટલ વીઝીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેપલ હોસ્પીટલના ડાયરેક્ટર નરેન્દ્ર વ્યાસે હોસ્પીટલની સુવિધા તેમજ આયોજન અંગે માહિતી આપી હતી.

આ કેમ્પને સફળ બનાવવા પી.આર.ઓ. અને ઇવેન્ટ ચેરમેન જગદીશ સેડાલા તેમજ મંત્રી જીતેન્દ્ર રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં મેપલ હોસ્પીટલ દ્વારા સક્રિય પત્રકાર સંઘના માધ્યમથી નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. પ્રથમ સેશનમાં યોજાયેલ આ કેમ્પનું બીજું સેશન પણ યોજાશે, જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના બાકી સભ્યો તથા તેમના પરિવારજનો તેનો લાભ લઈ શકે. જોકે, આવનારા દિવસમાં ક્યારે બીજું સેશન યોજાશે, તેની સંપૂર્ણ માહિતી સંઘના પત્રકારોને ઇવેન્ટ ચેરમેન દ્વારા આપવામાં આવશે.

Next Story