ભરૂચ:ઉત્તરાયણ પર રામમંદિરના મહાકાય પતંગ આકાશમાં જોવા મળ્યા,PM મોદી પણ છવાયા

શ્રી રામ મંદિરની નયનરમ્ય તસવીર સાથેનો 10 ફુટનો તેમજ વડાપ્રધાન મોદીને દર્શાવતા સાડા 7 ફૂટના મહાકાય પતંગો જૂના બજાર ખાતે ચગાવવામા આવ્યા

New Update
ભરૂચ:ઉત્તરાયણ પર રામમંદિરના મહાકાય પતંગ આકાશમાં જોવા મળ્યા,PM મોદી પણ છવાયા

ભરૂચમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે રામમંદિર અને પી.એમ.મોદીના મહાકાય પતંગ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા ભરુચ ઉતરાયણની ઉજવણી સાથે સાંપ્રત સમયના રામમંદિર અને મોદીના મહાકાય પતંગ ચગાવાયાં હતા.સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દરેક દેશવાસી માટેના ઉત્સવસમાં અયોધ્યાના શ્રી રામ મંદિરની નયનરમ્ય તસવીર સાથેનો 10 ફુટનો તેમજ વડાપ્રધાન મોદીને દર્શાવતા સાડા 7 ફૂટના મહાકાય પતંગો જૂના બજાર ખાતે ચગાવવામા આવ્યા હતા.જેમાં સંસ્થાના સ્થાપક સંજય ભાઈ તલાટી, અન્ય સભ્યો તેમજ પતંગ. રસિકોએ ઉપસ્થિત રહી ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી

Latest Stories