ભરૂચ: નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો

સ્ત્રી રોગો જેવાકે એનિમિયા, સફેદ ડિસચાર્જ, માસિકની અનિયમીતા સહિતના આરોગ્યલક્ષી પ્રશોનું સચોટ નિદાન કરી યોગ્ય દવા અને સૂચનો અપાયા હતા.

New Update
ભરૂચ: નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો

ભરૂચની નબીપુર હોસ્પિટલ ખાતે મમતા હોસ્પિટલના સહયોગથી સ્ત્રી રોગનો નિદાન કેમ્પ યોજાયો હતો જેનો દર્દીઓએ લાભ લીધો હતો ભરૂચની નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે અવારનવાર વિવિધ કૅમ્પોનું આયોજન કરાતું હોય છે તે અંતર્ગત ભરૂચની મમતા હોસ્પિટલના સહયોગથી સ્ત્રી રોગોના કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સ્ત્રી રોગો જેવાકે એનિમિયા, સફેદ ડિસચાર્જ, માસિકની અનિયમીતા સહિતના આરોગ્યલક્ષી પ્રશોનું સચોટ નિદાન કરી યોગ્ય દવા અને સૂચનો અપાયા હતા.આ કેમ્પમાં ડો. તલ્લીકા એમ.પટેલ અને ડો.ગણેશ પટેલે ઉપસ્થિત રહી તબીબી માર્ગદર્શન આપ્યું હતું.. 

Latest Stories