/connect-gujarat/media/post_banners/a15cacdb28266a80f39756d7c50e9d23b9f0e6ca02a8e178d21114237dc0564f.jpg)
ભરૂચ શહેરમાં ઝોમેટોના ડિલિવરી બોયઝના પે-આઉટમાં કંપની દ્વારા ઘટાડો કરવામાં આવતા 50થી વધુ કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરતા ઓનલાઈન ઓર્ડર અટવાઈ પડ્યા હતા. ભરૂચ શહેરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતાં ઝોમેટોના કર્મચારીઓ કોલેજ રોડ પર આવેલ સર્વોદય હોટલ નજીક એકઠા થયા હતા. ઝોમેટોના ટીએલ દ્વારા પે-આઉટ ઓછું કરી દીધું હોવા સાથે ડિલિવરી ચાર્જ કરતાં પણ ઓછા રૂપિયા ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે 50થી વધુ કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરતા ઓનલાઈન ઓર્ડર અટવાઈ પડ્યા હતા. પહેલા 20 ઓર્ડર ઉપર 1 હજારને બદલે પે-આઉટમાં ઘટાડો થતાં હાલમાં 500 રૂપિયા કરવામાં આવ્યા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. જેના પગલે પેટ્રોલ અને વાહનના મેઇન્ટેનન્સ સાથે ઘર ખર્ચ સામે ખૂબ ઓછા નાણાં મળતા હોવાનું જણાવી વહેલી તકે કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.