ભરૂચની વાગરા પોલીસનો પ્રયાસ
સામાજિક સદભાવનાનો પ્રયાસ કરાયો
રમઝાન માસ નિમિત્તે ઇફતિયારનો કાર્યક્રમ યોજાયો
હિન્દૂ મુસ્લિમ બિરાદરો જોડાયા
એકમેકને શુભકામના પાઠવાય
ભરૂચના વાગરા પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો માટે રોઝા ઈફ્તારનો કાર્યક્રમ પોલીસ સ્ટાફ દ્વારા યોજવામાં આવ્યો હતો.
ભરૂચની વાગરા પોલીસ દ્વારા સામાજિક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોઝા રાખતા રોઝદારોને રોઝા છોડાવવામાં આવ્યા હતા. ઈફ્તાર પાર્ટીના કાર્યક્રમમાં ફળફળાદી સહિતની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી.સમાજમાં રહેલ દુષણો દૂર કરવા સાથે સમાજમાં સદભાવના ઉત્પન્ન થાય તેવા નેક આશયથી ઈફ્તારનો સફળતા પૂર્વક કાર્યક્રમ યોજી લોકોમાં એકતા જળવાય તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો, પોલીસકર્મીઓ તેમજ હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.