વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
ખેતરોમાં પાણી ભરાતા તરાજીના દ્રશ્યો સામે આવ્યા
હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક થયો છે નષ્ટ
હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં સતત 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ ગયા છે, ત્યારે હાલ તો ખેતરોમાં પાણી ભરાઈ જતાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં અવિરત મેઘમહેર થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે વાગરા તાલુકાના સલાદરા, અરગામા, વોરા-સમની તેમજ પિસાદ સહિત આસપાસના ગામોમાં સતત 12 કલાક મેઘમહેર થઈ હતી, જ્યાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ખેતરો જાણે નદીઓમાં ફેરવાય ગયા હતા. ભારે વરસાદના કારણે કેટલાક ગામોના ખેતરમાં 2થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જવા પામ્યું છે. તો બીજી તરફ હજારો હેક્ટર જમીનમાં કરેલ પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.