ભરૂચ: તવરા ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પટલનો શુભારંભ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

Care & Cure™ Gynaec & Fertility Hospital નો તવરાના સહજાનંદ રિવરવ્યું કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો

New Update
ભરૂચ: તવરા ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પટલનો શુભારંભ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના તવરા ખાતે કેર એન્ડ ક્યોરના નવા આરોગ્યલક્ષી સોપાનનો શુભારંભ થયો હતો ભરૂચ શહેર જિલ્લા માં ગાયનેક ક્ષેત્રે જાણીતા તાપુરિયા પરિવારના નવા સોપાન એવા Care & Cure™ Gynaec & Fertility Hospital નો તવરાના સહજાનંદ રિવરવ્યું કોમ્પલેક્ષ ખાતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.


અદ્યતન સ્વાસ્થ્ય સુવિધાથી સજજ care & cure ગાયનેક એન્ડ ફર્ટીલીટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ભરૂચ તબીબો, અગ્રણીઓ અને આમંત્રિતોએ ડૉ. શારદાબેન તાપુરીયા,ડૉ. અભિષેક તાપુરીયા ડૉ. હિતેશ થાવરાની,ડૉ. ચિંતન જોષી તેમજ સ્ટાફ સદસ્યોને ઉપસ્થિત રહી તેઓની સ્વાસ્થ્ય સેવાકીય સુવિધાના નવા સોપન અંગે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી..

Latest Stories