/connect-gujarat/media/post_banners/fe97fae5ad8554f54c8b66ccbb55ae3bd706b1dd70a31c9d27bb8db95af43c16.webp)
નાહીયેર સ્વામિનારાયણ ગુરુકુળનું વધાર્યું ગૌરવ
આચાર્યની કૃતિ રાજ્ય કક્ષાએ પામી છે પસંદગી
ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીએ પાઠવ્યા અભિનંદન
જી.સી.ઇ.આર.ટી.-ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન-ભરૂચ દ્વારા દર વર્ષે શિક્ષણના ક્ષેત્રે કરવામાં આવતા નવતર પ્રયોગોને રજૂ કરતાં ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના ઉપક્રમે તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઇનોવેશન ફેસ્ટિવલનું ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેનું પરિણામ જાહેર થતા માધ્યમિક વિભાગમાં નાહીયેર સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય જીવણ ખૂટની કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી હતી. તેમણે અંગ્રેજી ભાષાના સ્પેલિંગને ચેક કરવા માટેનું ઇલેક્ટ્રિક ચેકીંગ ટૂલ બનાવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ જાતે જ સ્પેલિંગ ચેક કરી શકે છે. આ ઇનોવેશન કૃતિની રાજ્ય કક્ષા માટે પસંદગી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સફળતા બદલ નાહીયેર ગુરુકુળના આચાર્ય જીવણ ખૂટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.