/connect-gujarat/media/post_banners/6dbf3b8217ac30fa1e2b047c5567f05d2ec1f3cbde9afa6f664ae77e15be32fe.webp)
ભરૂચ શહેરની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમત્તે તા. 5 માર્ચ 2024ના રોજ આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડેપ્યુટી કલેક્ટર નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં "Inspire Inclusion" વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સુરતના સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના CEO સુરત તેજલ પારેખ દ્વારા વિદ્યાર્થીનીઓને મહિલા સશકિતકરણ વિશે સુંદર વ્યક્તવ્ય સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય ડો. હસુમતી રાજ, આધ્યાપક ડો. નિધિ ચૌહાણ સહિત કોલેજ સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.