ભરૂચ : વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર, સરપંચની તરફેણમાં માત્ર 3 મત..!

સરપંચ ફઝિલાબેન દૂધવાળાને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી 3 દિવસ પછી દૂર કરવામાં આવશે

New Update
ભરૂચ : વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર, સરપંચની તરફેણમાં માત્ર 3 મત..!

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલાબેન દૂધવાળા વિરુદ્ધ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવાએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. ભરૂચ તાલુકા મદદનીશ વિકાસ અધિકારીની હાજરીમાં વિપક્ષના 6 સદસ્યોએ સરપંચ વિરુદ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

ગત તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરેડિયા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવા સાબિત વિપક્ષના 6 સદસ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાને રજૂ કરી હતી. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 સદસ્યો દ્વારા ભરૂચ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી સંબધિતને અવિશ્વાસની દરખાસ્તની કોપી આપી હતી. ભરૂચ તાલુકા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાની હાજરીમાં વિપક્ષના 6 સદસ્યોએ સરપંચ વિરુદ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

જોકે, સરપંચ ફઝિલાબેન દૂધવાળાને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી 3 દિવસ પછી દૂર કરવામાં આવશે. એમ જાણવા મળ્યું છે, ત્યારે અવિશ્વાસની દરખાસ્ત મંજૂરીની પ્રકિયા દરમિયાન પંચાયત કચેરી બહાર ગ્રામજનો એકત્ર થયા હતા. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા દેસાઈએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવાએ મીડિયા સમક્ષ અવિશ્વાસ દરખાસ્ત બાબતે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમોને જ્યારે ગ્રામ પંચાયતનું સુકાન સોંપવામાં આવશે

ત્યારે અમે ગામના વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીશું ગામમાં એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરીશું. અવિશ્વાસની દરખાસ્ત મંજુર થતાં અમારી જીત થઇ છે. એમ તેઓએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયત સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચની તરફેણમાં ત્રણ મત જ્યારે વિરોધમાં છ મત પડ્યા હતા..

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો