ભરૂચ : વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવતા કોટવાલીયા સમાજના લોકોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ સન્માન...

હાથાકુંડી ગામના વજીર કોટવાલીયા વાંસની કલાકૃતિ જીવનજરૂરીયાત ચીજવસ્તુ બનાવાની કામગીરીથી સમગ્ર ગ્રામજનોને રોજગાર મળી રહ્યો છે.

New Update
ભરૂચ : વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવતા કોટવાલીયા સમાજના લોકોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ સન્માન...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવતા કોટવાલીયા સમાજના લોકોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આદિમજુથમાં સમાવિષ્ટ કોટવાલીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીર કોટવાલીયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી અદાણી ફાઉન્ડેશન-દહેજનો સહયોગ સાંપડ્યા બાદ અનેક નવા આયામો એમના કાર્ય અને ઝુંબેસમાં ઉમેરાયા છે.

Advertisment
1/38

વજીર કોટવાલીયાને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુને કોટવાલીયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્લીના મેજર ધ્યાનચંદ સ્ટેડીયમમાં આદિ મહોત્સવમાં પોતાની વાંસની કલાકૃતિ પ્રસ્તુત કરી હતી. અદાણી ફાઉન્ડેશનના ગૌતમ અદાણીએ મશીનરી આપી પ્રોત્સાહિત કર્યા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કોટવાલીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા અને કારીગીરી ધરાવે તેમના કૌશલ્યને બિરદાવી હતી. રોજગાર પ્રાપ્ત કરવા માટે જીવના જોખમે મુસાફરી કરીને મોટા શહેરોમાં જવું પડતું હતું.

તો પણ ઘર ચલાવું મુશ્કેલ બને છે, પરંતુ હાથાકુંડી ગામના વજીર કોટવાલીયા વાંસની કલાકૃતિ જીવનજરૂરીયાત ચીજવસ્તુ બનાવાની કામગીરીથી સમગ્ર ગ્રામજનોને રોજગાર મળી રહ્યો છે. 70થી વધુ કુટુંબના મહિલા-પુરૂષો રોજગાર મેળવે છે. સાથે સાથે ખેતીનું કામ કરે છે, અને પોતાના કૌશલ્ય થકી સોફાસેટ, ખુર્શી, ટેબલ, બંબુ વાંસથી ઘાબું અને વાંસના સાધનો બનાવે છે. જેથી આવનાર સમય આ ક્ષેત્રમાં કામગીરીથી કોટવાલીયા સમાજ આત્મનિર્ભર બની સ્થાનિક રહીશોને રોજગારી આપનાર મુખ્ય સ્ત્રોત બની શકે છે.