Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 7 ફૂટ દૂર, જુઓ વિડીયો

X

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા ડેમ(Narmada Dam)માંથી સદા ત્રણ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે નર્મદા ,વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકાના 40 ગામ સાથે ભરૂચ – અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે વહેલી સવારે રાહતના સમાચાર એ સામે આવ્યા કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ 7 ફુટ નીચે વહેતી નજરે પડી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ નોંધાયું હતું. આ જોતા નદી ખતરાના નિશાનથી હજુ ઘણી નીચે વહી રહી છે.

Next Story