Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દિવાળી નિમિત્તે શહેરીજનોને ભેટ સ્વરૂપે મળ્યું નવું નજરાણું, મનમોહક માતરિયા તળાવનું કરાયું લોકાર્પણ...

X

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળનું આયોજન

શહેરીજનોને દિવાળી નિમિત્તે આપવામાં આવ્યું નજરાણું

નવનિર્મિત માતરિયા લેક ગાર્ડનનું MLAના હસ્તે ઉદ્ઘાટન

ભરૂચ શહેરમાં વિકાસની સાથે વધતી જતી વસ્તીના કારણે કોંકરિટના જંગલોની વચ્ચે મુખ્ય માર્ગો પર દોડતા વાહનોના ઘોંઘાટથી રાહતનો શ્વાસ લેવા માટે એક ઉત્તમ સ્થળ એટલે શહેરની વચ્ચે આવેલું માતરિયા તળાવ સહુ કોઈનું મનગમતું સ્થળ બની રહ્યું છે. આ તળાવ શહેરને મીઠું પાણી સાથે ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બન્યું છે. જેને વિકસાવવા ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પોતાના સમયકાળ દરમિયાન ભરૂચ શહેરની જનતાને એક સુંદર અને સુશોભિત જગ્યા કે, જ્યાં શહેરની જનતા શાંતિની પળ માણી શકે તેવા આશયથી માતરિયા તળાવને વિકસાવવાની નેમ સાથે વર્તમાન જિલ્લા કલેકટર તુસાર સુમેરા સાથે ચર્ચા કરી કાર્યની શરૂઆત કરાવી હતી. જે બાદ માતરિયા તળાવ પરિસરમાં સુંદર બગીચો અને તળાવ વચ્ચે ફુવારા સહિતની સુવિધા કરવામાં આવી હતી, ત્યારે આજરોજ ફરી એક વખત તાજેતરના ભરૂચ જિલ્લા કલેકટર અને બૌડાના ચેરમેન તુસાર સુમેરાના સહિત વહીવટી તંત્રના અથાગ પ્રયત્નો બાદ ભરૂચ શહેરની જનતાને સામે દિવાળીએ નવું નજરાણું મળ્યું છે.

આ માતરિયા તળાવ ખાતે રૂ. 6 કરોડ 50 લાખના ખર્ચે તળાવના ફરતે બાગનું નિર્માણ, લાઇટિંગ, કોલોનેડ થીમને આધારીત ગુજરાતનો સૌથી વિશાળ પ્રવેશ દ્વારા અને DMX ટેકનોલોજીથી સજ્જ કનસીલ્ડ લાઇટિંગ, યોગા ગાર્ડન, આર્ટ ગેલેરી, ભરૂચની ગાથા દર્શાવતું મ્યુઝીમ, 3 નવા વ્યુ પોઇન્ટ અને આવનારા સમયમાં બોટીંગ સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, ભરૂચ જિલ્લા કલેકટર તુસાર સુમેરાના જન્મદિવસ પ્રસંગ નિમિત્તે મહાનુભાવોની ઉપસ્થિતમાં કેક કાપી વિશેષ ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, નગર પાલિકા ચીફ ઓફીસર હરેશ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, બૌડાના અધિકારીઓ, નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શહેરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story