ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે સવાલક્ષ રુદ્રાક્ષમાંથી કરાશે શિવલિંગનું નિર્માણ...

શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો લેવા શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે સવાલક્ષ રુદ્રાક્ષમાંથી કરાશે શિવલિંગનું નિર્માણ...
New Update

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સવાલક્ષ રુદ્રાક્ષમાંથી 11 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો લેવા શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દેવાધિદેવ ભગવાન મહાદેવના અતિ પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા પ્રતિવર્ષ ઋષિ કુમારોના માધ્યમથી વિવિધ પ્રકારના શિવલિંગનું નિર્માણ કરે છે, ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે સવાલક્ષ રુદ્રાક્ષમાંથી 11 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવનાર છે. શ્રાવણ વદ અગિયારસથી અમાસ તારીખ 10થી 15 સપ્ટેમ્બર 2023ના દિવસોમાં આ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન, પૂજન, અભિષેક તથા આરતીનો લાભ લેવા ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

#Bharuch #Gujarat #Shri Narmada Sanskrit Veda Pathshala #Sanskrit #Shivlinga #holy month of Shravan
Here are a few more articles:
Read the Next Article