Connect Gujarat
ભરૂચ

ભરૂચ : છોકરા ઉપાડતી ટોળકી હોવાનો વહેમ રાખી ટોળાએ જ 2 મહિલાઓને ઢીબી નાખી, સારવાર અર્થે ખસેડાય...

X

છોકરા ઉપાડવા આવતી ટોળકી હોવાનો લોકોને હતો વહેમ

ટોળા દ્વારા 2 મહિલાઓને ઝડપી લઈ માર મારવામાં આવ્યો

બન્ને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખડસેડાય

ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને ઉપાડી જતી ટોળકીની વાતો વહેતી થઈ રહી છે, ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તાર રહેતા શૈલેષભાઈની 2 દીકરીઓ મહેંદી ક્લાસમાં જઈ રહી હતી, ત્યારે 2 મહિલાઓ ઇકો કારમાંથી ઉતરી તેમનો પીછો કરી રહી હોવાનું માલૂમ પડતાં બન્ને દીકરીઓ ઘરે દોડી ગઈ હતી, જ્યાં આ મામલે તેમની દાદીને વાત કરતા તે પણ ચોંકી ઊઠયા હતા.

ત્યારબાદ પિતા શૈલેષભાઈને વાતની જાણ થતાં દીકરીઓએ દર્શાવેલ જગ્યા એવી એપીએમસી માર્કેટ નજીક જતા 2 મહિલાઓ શંકાસ્પદ લાગતાં તેમને ઝડપી લેવામાં આવી હતી. આ દરમ્યાન ત્યાં હાજર અન્ય લોકો પણ ભેગા થઈ ગયા હતા અને મહિલાઓ પર તૂટી પડયા હતાં. બન્ને મહિલાઓને લોકોના ટોળાંએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. બનાવના પગલે બી' ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બન્ને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story