ભરૂચ: વાગરા મામલતદાર કચેરીમાં ફરજ બજવતો રેવન્યુ તલાટી લાંચ લેતો ઝડપાયો,ACBએ કરી ધરપકડ

New Update
ભરૂચ: વાગરા મામલતદાર કચેરીમાં ફરજ બજવતો રેવન્યુ તલાટી લાંચ લેતો ઝડપાયો,ACBએ કરી ધરપકડ

ભરૂચની વાગરા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.એસીબીએ લાંચીયા કર્મીને રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો

ભરૂચના વાગરા તાલુકામાં રહેતાં એક શખ્સના કાકાની જમીનમાં હયાતીનું પેઢીનામુ તૈયાર કરવાનું હતું. જેના પગલે તેઓ વાગરા મામલતદાર કચેરી ખાતે ગયાં હતાં. જ્યાં તેમનો સંપર્ક રેવન્યુ તલાટી નરસિંહ લખમાજી ચૌધરી ( હાલ રહે. હાઉસિંગ બોર્ડ, વાગરા, મુળ રહે. અરંટવા, તા. થરાદ, જી. બનાસકાંઠા) સાથે થયો હતો. જેના પગલે તેમણે હયાતીનું પેઢીનામું કરાવી આપવા માટે તેમની સાથે વાતચિત કરતાં નરસિંહ ચૌધરીએ તેમના કામ માટે વ્યવહાર કરવો પડશે તેમ જણાવી 1000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, શખ્સે તે આપ્યાં હતાં.જે બાદ ગત 28મી નવેમ્બરે નરસિંહ ચૌધરીએ ઓનલાઇન કામ કરવાના 300 તેમજ તેમના કાકાના અલગથી 300 એમ વધુ 600 રૂપિયાની માંગણી કરી હતી. તેમણે લાંચના રૂપિયા આપવા ન હોઇ તેઓએ ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો.જેના આધારે એસીબીની ટીમે ગુરૂવારે વાગરા મામલતદાર કચેરીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં મામલતદાર કચેરીમાં શખ્સે રેવન્યુ તલાટી નરસિંહ ચૌધરીને લાંચના રૂપિયા આપતાં ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ટીમે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories