ભરૂચ : રૂ. 3 કરોડના ખર્ચે બની રહેલ સેવાશ્રમ પેવર બ્લોક રોડની ગુણવત્તા પર વિપક્ષના સવાલ..!

New Update
ભરૂચ : રૂ. 3 કરોડના ખર્ચે બની રહેલ સેવાશ્રમ પેવર બ્લોક રોડની ગુણવત્તા પર વિપક્ષના સવાલ..!

સેવાશ્રમ પેવર બ્લોક માર્ગની ગુણવત્તા પર સવાલ

ચોમાસામાં હાડમારી વધે તેવું વિપક્ષ દ્વારા અનુમાન

પાલિકા વિકાસ કાર્ય પ્રત્યે જાગૃત બને તે આવશ્યક

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર બની રહેલ ડ્રેનેજ સહિતના પેવર બ્લોક રોડની ગુણવત્તા સામે પુનઃ એકવાર પાલિકા વિપક્ષના સભ્યોએ સવાલ ઊભા કરી ચોમાસામાં લોકોની હાડમારી વધશે તેવું અનુમાન અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. સેવાશ્રમ રોડ રૂ. 3 કરોડના ખર્ચે બની રહ્યો છે, પણ આયોજનનો અભાવ હોય તેમ લાંબા સમયથી બનતો આ રોડ શરૂઆતથી જ વિરોધ અને વિવાદનું કારણ બની રહ્યો છે. પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા અને સભ્ય ઇબ્રાહિમ કલ કલ પુનઃ એકવાર નિર્માણાધિન સેવાશ્રમ રોડની કામગીરીના નિરીક્ષણ અર્થે પહોચ્યા હતા, જ્યાં રોડની કામગીરી કોઈપણ જાતના મોનીટરીંગ વગર થતી હોવાના કારણે ગુણવત્તા પણ જળવાતી નહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સાથે જ સમગ્ર માર્ગમાં પેવર બ્લોક અને કુંડી ઉપર મુકવામાં આવેલ ઢાંકણાઓની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા કર્યા હતા. સતત વાહનોથી ધમધમતો વિસ્તાર હોય અને તેમાંય પેવર બ્લોકનો રસ્તો બનાવવામાં આવે તો સૌપ્રથમ રેતી, કપચી અને સિમેન્ટ પાથરવામાં આવે અને ત્યારબાદ તેની ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે તો રસ્તાની ગુણવત્તા જળવાઈ શકે તેમ છે. પરંતુ સેવાશ્રમ રોડ ઉપર પેપર બ્લોકની કામગીરી રસ્તો ખોદી તેની ઉપર પેવર બ્લોકમાં વાપરવામાં આવતી રેતી પાથરી તેની ઉપર જ પેપર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે. જેના કારણે શરૂઆતથી જ પેવર બ્લોક દબાઈ જવા સાથે જમીનમાં બેસી રહ્યા છે, જેથી પેવર બ્લોકની કામગીરી ગુણવત્તા યુક્ત ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિપક્ષના આક્ષેપો અને હાલમાં ગટરનું ઢાંકણું તૂટી પડતાં ગટરમાં ખાબકેલા મોપેડ ચાલકના બનાવ બાદ પુનઃ સેવાશ્રમ રોડની ગુણવત્તા પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ વિકાસ કાર્ય પ્રત્યે જાગૃત બને તે આવશ્યક બન્યું છે.

Latest Stories