ભરૂચ : ગરમીમાંથી ટ્રાફિક પોલીસ જવાનોને રાહત મળે તે માટે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરાયું

ટ્રાફિક માર્શલને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગરમીમાંથી ટ્રાફિક પોલીસ જવાનોને રાહત મળે તે માટે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરાયું
New Update

ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા સાર્થક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ પર પોલીસ જવાનો અને ટ્રાફિક માર્શલને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાર્થક ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે.

તેવામાં ટ્રાફિક પોઇન્ટ પર કાર્ય કરતા પોલીસ જવાનોને રાહત મળી રહે તે માટે ભરૂચ શહેર એ’ બી’ અને સી’ ડિવિઝન તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ પોઇન્ટ પર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો પોલીસ વિભાગ તરફથી પણ સામાજિક સંસ્થાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

#Bharuch #distributed #heat #traffic policemen #Sarthak Foundation Charitable Trust #cold drinks
Here are a few more articles:
Read the Next Article