New Update
/connect-gujarat/media/post_banners/0d69e25335a8eaa99e85dcfef8c8b36882e1011c0b6304a2593610e9f9d5b921.jpg)
ભરૂચની પટેલ સોસાયટીમાં થતાં ગરબા ગરબારસિકોમાં ખુબ પ્રખ્યાત છે. અહીં ગરબા રમવા માટે યુવક અને યુવતીઓનું મહેરામણ ઉમટી પડે છે પણ ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાદગીથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ગરબા રસિકો ગરબે ઘુમી શકયાં ન હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાના આયોજનને લીલીઝંડી આપી દીધી છે.
ભરૂચ શહેરમાં પણ વિવિધ સ્થળોએ શેરી ગરબાઓનું આયોજન કરાયું છે... ભરૂચની પટેલ સોસાયટીના ગરબા ગરબારસિકોમાં ખુબ પ્રિય છે અને પટેલ સોસાયટી ખાતે ગરબા રમવા માટે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. બે વર્ષથી પટેલ સોસાયટી ખાતે ગરબા યોજવામાં આવ્યાં ન હતાં પણ ચાલુ વર્ષે ગરબા યોજાઇ રહયાં છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, સરકારે બહાર પાડેલી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/25/amreli-2025-07-25-22-36-02.jpg)
LIVE