ભરૂચ : જંબુસરના કાવી ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જિલ્લાનું સૌથી મોટું તળાવ તૂટ્યું, ખેડૂતોમાં રોષ...

New Update
ભરૂચ : જંબુસરના કાવી ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જિલ્લાનું સૌથી મોટું તળાવ તૂટ્યું, ખેડૂતોમાં રોષ...

જંબુસરના કાવી ગામે જિલ્લાના સૌથી મોટા તળાવનું નિર્માણ

લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જિલ્લાનું સૌથી મોટું તળાવ તૂટ્યું

કોન્ટ્રાક્ટરે કામમાં બેદરકારી દાખવી હોવાનો ગામલોકોનો આક્ષેપ

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે વોટર સેડનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ કાવી ગામે કામ કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી રૂપિયા 43 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં તળાવ અને 1 આઉટલેટ, 2 ચેકડેમ આમ કુલ 3 કામો કરવાના હતા. આ ટેન્ડર કાવી ગામના જ એક કોન્ટ્રાક્ટરે ભર્યું હતું. ત્યારબાદ તેમનું ટેન્ડર પાસ થયું હતું. જેમાં 5% લેખે રકમ સિક્યુરિટી ડિપોઝીટ ફક્ત એફડીઆરના રૂપે વોટર શેડ કમિટી-કાવીને ચૂકવવાના હતા. જોકે, કોન્ટ્રાકટર દ્વારા રકમ નહીં ભરાતા વોટર શેડ કમિટી-કાવીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી, દીન-7માં જમા કરાવી અને કામ શરૂ કરવાની શરતે વર્ક ઓડર આપવામાં આવ્યો હતો. જો સમય મર્યાદામાં સિક્યુરિટી ડિપોઝિટ જમાં કરવવામાં નહીં થાય તો વર્ક ઓર્ડર રદ્દ ગણવામાં આવશે તેવી પણ નોટિસ આપી હતી. પણ તેના પર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન ન આપતાં અને કામ ન ચાલુ કરતા વોટર શેડની લગભગ 25 હેક્ટર જમીનમાં બનાવેલ તળાવનું પાણી દરિયામાં વહી ગયું હતું. જેથી ત્યાંના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજકીય રીસ રાખી આ કામ કરવામાં ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે વોટર શેડ સમિતિના પ્રમુખને આ અંગે પૂછતાં તેઓએ પણ કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર કામ ન થતા આ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું, જ્યારે આ અંગે કોન્ટ્રાક્ટરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટેન્ડર પાસ થયા પછી અમે આ જગ્યાની ચકાસણી કરી તો આ જગ્યા કાવી ગામથી 2થી અઢી કિલોમીટર દૂર છે, અને રસ્તો બરાબર નથી. આ વાતની રજૂઆત અમે અમારા વોટર શેડમાં કરી હતી. જેમાં રસ્તો બનાવી આપો તો કામ શરૂ થાય, પણ રસ્તો ન બનતા કામ ચાલુ કર્યું ન હતું તેવું કોન્ટ્રાકટર દ્વારા જાણવા મળ્યું હતું.

Latest Stories