/connect-gujarat/media/post_banners/a20ef0217e009412c53df83362601617d2521f2edaa41b376af063ca42f573c6.jpg)
ભરૂચના વિવિધ માર્ગો બન્યા બિસ્માર
લોકોને ભારે હાલાકી
ABC ચોકડીથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ બિસ્માર
માર્ગના સમારકામની માંગ
ભરૂચ શહેર જિલ્લામાં વરસેલા વરસાદના કારણે બિસ્માર બની ગયેલા માર્ગો વાહનચાલકો માટે અકસ્માતને આમંત્રણ આપતા બની ગયા છે પરંતુ તંત્ર પણ માર્ગોની મરામત કરવામાં ઉદાસીનતા દાખવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે સતત સ્કૂલોથી ધમધમતા વિસ્તાર એવા શ્રવણ ચોકડીથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઊઠ્યા છે સાથે ધુળની ડમરી ઉડતા ટુ વ્હીલર વાહન ચાલકો પણ રોડ પર પટકાઈ રહ્યા છે.આ માર્ગ ઉપર પાંચ જેટલી શૈક્ષણિક શાળાઓ આવેલી છે અને આ બીસ્માર બની ગયેલા માર્ગો ઉપરથી સ્કૂલ ઓટો પણ પસાર થાય છે અને ઘણી વખત સ્કૂલ ઓટો પલટી મારી જતા હોવાના બનાવ બન્યા છે ત્યારે આ માર્ગનું વહેલીતકે સમારકામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે