ભરૂચ: મોજશોખ પુરા કરવા બે મિત્રો ચોરીના રવાડે ચઢયા, પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણાવ્યા

New Update
ભરૂચ: મોજશોખ પુરા કરવા બે મિત્રો ચોરીના રવાડે ચઢયા, પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણાવ્યા

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મનોરથમ બંગ્લોઝમાં 17 મે ના રોજ થયેલી ચોરીનો ભેદ એ ડીવીઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી રૂ.6.06 લાખનો ચોરીનો મુદામાલ રિકવર કરી એક સગીર અને તેનો અન્ય મિત્રને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના નંદેલાવ મનોરથમ બંગ્લોઝમાં થયેલી ચોરીમાં એક સોસાયટીમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિના 17 વર્ષીય પુત્રએ પોતાના મોઝ શોખ પુરા કરવા માટે તેના અન્ય સ્કુલ સમયના મિત્ર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો.આ બંને મિત્રોએ મનોરથમ બંગ્લોઝમાં રહેતા હિરેન્દ્રસિંહ કેશરીસિંહ દરબારના મકાનમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરીને મકાનમાંથી ડિઝિટલ લોકર તથા તેમા રાખેલા સોના- ચાંદીના દાગીના એક મોબાઈલ મળી કુલ રૂ.9.32 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે વડોદરા ખાતે લુંટના ગુનામાં આરોપી સુમિત રતીલાલ વણઝારા રહે.ભરૂચ તથા તેનો સગીર મિત્ર સંડોવાયેલા છે.જેથી પોલીસે બંનેને ઝડપી પાડી પુછતાજમાં બંનેએ મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો રૂ.6.06 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.આ ચોરીના ગુનામાં સંડોવાયેલા સગીર અને સુમિત વણઝારા સ્કુલ સમયથી મિત્ર છે આ બંને મીત્રોને પોતાના મોઝ શોખ પુરા કરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય બંનેએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.આ સમયે તેમણે મનોરથમ બંગ્લોઝમાં રહેતા ફરિયાદના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ બંનેએ કિચનના બંધ દરવાજા મારફતે મકાનમાં પ્રવેશ કરી લોકરની ચોરી કરી લોકરને ગ્રાઇન્ડર મશીન વડે કટ કરી તેમા રહેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યા હતા.

Latest Stories