/connect-gujarat/media/post_banners/cc978bb8e531eda0cc9a6a465a9cda9cdd1a9e61debf1592c1d15633bc4bb256.jpg)
બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગ્રામ્ય વિસ્તારોમા પણ દારુની બદી સામે જાગૃતતા આવતા વિરોધ ઊભો થયો છે ત્યારે ભરુચના મનુબર ગામના રહીશોએ દેશી દારૂનું વેચાણ અને દારૂના ભઠ્ઠા બંધ કરાવવા અને મનુબર ગામને દારૂમુક્ત કરાવવા ની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મનુબરના આદિવાસી વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂનું વેચાણ ચાલે છે અને આ દેશી દારૂ વેચવાથી ઘણા સામાજીક પ્રશ્નો ઉભા થાય છે.જેનો ભોગ ગ્રામજનો બની રહયા છે ત્યારે મનુબર ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓબંધ કરવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે પુરાવા પણ આપવામાં આવ્યા હતા