ભરૂચ: મનુબર ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ગ્રામજનોની માંગ, કલેક્ટરને કરાય રજૂઆત

દેશી દારૂનું વેચાણ અને દારૂના ભઠ્ઠા બંધ કરાવવા અને મનુબર ગામને દારૂમુક્ત કરાવવાની માંગ સાથેકલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ: મનુબર ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ગ્રામજનોની માંગ, કલેક્ટરને કરાય રજૂઆત
New Update

બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગ્રામ્ય વિસ્તારોમા પણ દારુની બદી સામે જાગૃતતા આવતા વિરોધ ઊભો થયો છે ત્યારે ભરુચના મનુબર ગામના રહીશોએ દેશી દારૂનું વેચાણ અને દારૂના ભઠ્ઠા બંધ કરાવવા અને મનુબર ગામને દારૂમુક્ત કરાવવા ની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મનુબરના આદિવાસી વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂનું વેચાણ ચાલે છે અને આ દેશી દારૂ વેચવાથી ઘણા સામાજીક પ્રશ્નો ઉભા થાય છે.જેનો ભોગ ગ્રામજનો બની રહયા છે ત્યારે મનુબર ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓબંધ કરવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે પુરાવા પણ આપવામાં આવ્યા હતા

#Bharuch #bharuchcollector #દેશીદારૂ #Manubar village #Deshi Daru #liquor stalls #Bharuch Manubar Village #દેશી દારૂના અડ્ડા
Here are a few more articles:
Read the Next Article