ભરૂચના વાગરાના વહિયાલ ગામમાંથી જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે આઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ વાગરા પોલીસે તાલુકામાંથી ક્રાઇમ રેટ ઘટાડવા મુહિમ હાથ ધરી છે.વહિયાલ ગામમાં જુગારધામ ચાલી રહ્યુ હોવાની ચોક્કસ બાતમીના આધારે પંચના માણસો સાથે વાગરા પોલીસે સ્થળ પર છાપો મારતાપ સાત ઈસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.પોલીસે દાવ પરના અને અંગે ઝડતીનાં મળી કુલ રૂપિયા 8,510 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જસવંત પ્રજાપતિ,મહેન્દ્રસિંહ ડોડીયા,વિજય રાઠોડ,નગીન રાઠોડ,સુરેશ વસાવા,અર્જુન દેવીપૂજક તેમજ અજય રાઠોડની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વાગરા પોલીસની કાર્યવાહીને પગલે વિસ્તારમાં ખાનગીમાં જુગાર રમતા જુગારીઓમાં રીતસરનો ફફડાટ મચી જવા પામ્યો છે.