Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરાય

આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

X

આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત ભરૂચ શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભરૂચ જીલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના પૂર્વ મેયર અને ભરૂચના મહિલા મોરચાના પ્રભારી મીનાક્ષી પટેલ તેમજ વડોદરાના સિદ્ધિ જોશીના હસ્તે જિલ્લાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરનાર મહિલાઓ અને બાળકીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં પાયલોટ ઉર્વશી દુબે, સંગીતકાર જાનવી મીઠાઈવાલા, પૂજા ચોકસી, નેશનલ શૂટર ખુશી ચુડાસમા, જ્હાનવી ભટ્ટ, પ્રીયાંશીબા ચૌહાણ સહીતની મહિલાઓનું સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ફતેસિંગ ગોહિલ, મહિલા મોરચાના કામીનીબેન પંચાલ સહિત મહિલા કાર્યકરો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story