ભરૂચ : NTPC મેડિકલ સેન્ટર-ઝનોર ખાતે યોજાયો મહિલા આરોગ્ય કેમ્પ, જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

મહિલા આરોગ્ય કેમ્પ અંતર્ગત સર્વાઈકલ કેન્સર નિદાન તેમજ અન્ય બિમારીઓનું નિદાન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ : NTPC  મેડિકલ સેન્ટર-ઝનોર ખાતે યોજાયો મહિલા આરોગ્ય કેમ્પ, જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાકા બા હોસ્પિટલ, હાંસોટના સહયોગથી ″મહિલા આરોગ્ય કેમ્પ″ NTPC મેડિકલ સેન્ટર-ઝનોર ખાતે યોજાયો હતો. ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા NTPC ઝનોર ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રી સભાના ઉપક્રમે મહિલા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જ્યાં આજરોજ ઝનોર ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ મહિલા આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું.

Advertisment

મહિલા આરોગ્ય કેમ્પ અંતર્ગત સર્વાઈકલ કેન્સર નિદાન તેમજ અન્ય બિમારીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કાર્યક્રમમાં ઈ-શ્રમ કાર્ડ, NFSA લાભાર્થી, ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, બાલ શક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં આજુબાજુના 17 ગામોની મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવના વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતી પટેલ, ઝનોર ગામના સરપંચ મંજુલા વસાવા, આસી. કલેક્ટર કલ્પેશ શર્મા, પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી તેમજ જનરલ મેનેજર NTPC તથા અન્ય અગ્રણીઓ અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment