Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પોલિયો રવિવાર અંતર્ગત 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયો રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા

પોલિયો રવિવાર અંતર્ગત 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયો પીવડાવવામાં આવ્યો હતો.જેમાં પોલિયો સેન્ટરો પર મોટી સંખ્યામાં બાળકોને પોલીયો પીવડાવ્યો

X

ભરૂચમાં પોલિયો રવિવાર અંતર્ગત પોલિયો પીવડાવવામાં આવ્યો

0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા

તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

ભરૂચ જિલ્લામાં પોલિયો રવિવાર અંતર્ગત 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયો પીવડાવવામાં આવ્યો હતો.જેમાં પોલિયો સેન્ટરો પર મોટી સંખ્યામાં બાળકોને પોલીયો પીવડાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે તમામ તૈયારીઓ કરી ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ સ્ટાફે હાજર રહી પોતાની કામગીરી નિભાવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત અનેક સ્થળે પોલિયો બૂથ રાખવામાં આવ્યા હતા.

ઉપરાંત ચેક પોસ્ટ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનો ઉપર પણ ટ્રાંઝીટ બૂથ ગોઠવવામાં આવ્યા હતા.જ્યાં આવતા બાળકોને પણ પોલિયો પીવડાવ્યો હતો.આ સાથે જ બાંધકામ સ્થળ પરના શ્રમિકોના બાળકો માટે પણ વ્યવસ્થા કરાઈ હતી.જોકે આગામી ત્રણથી ચાર દિવસ દરમ્યાન હેલ્થ વર્કર અને આંગણવાડી વર્કરની ટીમો દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ બાકી રહી ગયેલા બાળકોને ઘરે પોલિયો પીવડાવશે.

Next Story