ફાયર બ્રિગેડનું વાહન બન્યું “એમ્બ્યુલન્સ” : વડોદરા-છાણીના ફાયર ફાઇટરો બન્યા અકસ્માતગ્રસ્તો માટે દેવદૂત.

New Update
ફાયર બ્રિગેડનું વાહન બન્યું “એમ્બ્યુલન્સ” : વડોદરા-છાણીના ફાયર ફાઇટરો બન્યા અકસ્માતગ્રસ્તો માટે દેવદૂત.

વડોદરા-છાણીના ફાયર બ્રિગેડનું વાહન બન્યું એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સની રાહ જોયા વિના દર્દીઓને પહોંચાડ્યા હોસ્પિટલ

અકસ્માતગ્રસ્તો માટે ફાયર જવાનો દેવદૂત સાબિત થયા

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વેમાલી ગામ નજીક નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ અકસ્માતમાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા. જોકે, કેટલાક લોકોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા દર્દથી કણસતા ઇજાગ્રસ્તોની વહારે છાણી ફાયર સ્ટેશનનું વાહન આવ્યું હતું, જ્યાં મીની ફાયર ટેન્ડરને એમ્બ્યુલન્સ બનાવી એમ્બ્યુલન્સની રાહ જોયા વિના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનું વાહન એમ્બ્યુલન્સ, જ્યારે ફાયર જવાનોએ દેવદૂત બની ઘાયલ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. છાણી ફાયર સ્ટેશનના જવાનો ન્યાયાધીશના કાફલામાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર કિરણ બારીયા, ડ્રાઇવર બ્રિજેશ કપ્તાન, રાહુલ અને પ્રતીક રાઠોડે સરાહનીય કામગીરી બજાવી ઇજાગ્રસ્તો માટે દેવદૂત સાબિત થયા હતા.

Latest Stories