અંકલેશ્વરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા
હોટલમાં સેન્ડવીચમાંથી નિકળ્યા મકોડા
ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ હોટલ ડીસ્ટનમાંથી ગ્રાહકે મંગાવેલી સેન્ડવીચમાંથી મકોડા નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી ભરૂચની વિવિધ હોટલોમાં ફૂડ અંગે ધ્યાન ન રાખવામા આવતું હોવાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ હોટલમાં એક વ્યક્તિ જમવા માટે ગયા હતા અને સેન્ડવીચનો ઓર્ડર કર્યો હતો. સેન્ડવીચ આવતા જ તેને જોતાં અંદર માકોડા જોવા મળ્યા હતા. આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરી હતી. ભરૂચ જીલ્લામાં અવારનવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જરૂરી કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી છે