Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કલેકટર કચેરીમાં કાર્યરત મીડિયા મોનીટરીંગ સેન્ટરની જનરલ ઓબ્ઝર્વર IAS સંદીપ કૌરએ મુલાકાત લીધી

ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર આઈ.એ.એસ.ની નિમણૂંક કરવામાં આવી છે

ભરૂચ: કલેકટર કચેરીમાં કાર્યરત મીડિયા મોનીટરીંગ સેન્ટરની જનરલ ઓબ્ઝર્વર IAS સંદીપ કૌરએ મુલાકાત લીધી
X

ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર આઈ.એ.એસ.ની નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા આવેલા જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચલાવવામાં આવી રહેલા EMMC – ઈલેક્ટ્રોનિક મિડીયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.


આ મુલાકાત દરમિયાન ભરૂચ નાયબ માહિતી નિયામક ભાવના વસાવાએ થઈ રહેલી વિવિધ કામગીરી અંગે અવગત કર્યા હતા. આ દરમ્યાન જનરલ ઓબ્ઝર્વએ ભરૂચની સ્થાનિક ચેનલ્સ દ્વારા પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમનું નિરીક્ષણ કરી મોનિટરિંગ ટીમ સાથે ચર્ચા કરી હતી.EMMC- ઈલેક્ટ્રોનિક મિડીયા મોનિટરીંગ સેન્ટર ઉપરાંત ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં ઉભા કરાયેલા મુકાયેલા આદર્શ મતદાન બુથની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૂપ્રિયા ગાંગૂલી, ભરૂચ વિધાનસભાના એ.આર.ઓસુ. મનિષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારી અને મોનીટરીંગ સેન્ટરના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story