ભરૂચ જિલ્લાના વાહન ચાલકો માટે ખુશીના સમાચાર, હવે GJ-16 પાસિંગના વાહનોને મૂલદ ટોલ પર નહીં આપવો પડે ટેક્સ...

New Update
ભરૂચ જિલ્લાના વાહન ચાલકો માટે ખુશીના સમાચાર, હવે GJ-16 પાસિંગના વાહનોને મૂલદ ટોલ પર નહીં આપવો પડે ટેક્સ...

ભરૂચ જિલ્લાના વાહન ચાલકો માટે ખુશીના સમાચાર

GJ-16ના વાહનોને મૂલદ ટોલ પર ટેક્સમાંથી મળી મુક્તિ

ટોલ નાકાના સંચાલકો સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કરી જાહેરાત

ભરૂચ જિલ્લાના માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ભરૂચ જિલ્લાના લોકલ વાહનો એટલે કે, GJ-16 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી ટોલ પર લાગેલ સિસ્ટમના કારણે GJ-16 પાસિંગના વાહનોના ફાસ્ટ ટેગ બેલેન્સમાંથી ટોલ કપાતા ભરૂચના વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ, ભરૂચના સાંસદ, સ્થાનિક નેતાઓ, જિલ્લા કલેક્ટર સહિત અનેક સંગઠનો દ્વારા મુલદ ટોલ નાકાના સંચાલકોને રજૂઆત કરી વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, ત્યારે ટોલ બુથ સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે, GJ-16 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવી હોવાની ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જાહેરાત કરી હતી.

Latest Stories