Connect Gujarat
ભરૂચ

"ગિનિસ વર્લ્ડ રેકોર્ડ" : ફેસબુક પર યોજાયેલ ઓનલાઈન ચિત્ર સ્પર્ધાની 832 કૃતિમાંથી ભરૂચના ચિત્રકારની પસંદગી

ભરૂચના નરેન સોનારે પણ આ સંયુક્ત ઈવેન્ટમાં ભાગ લીધી હતો. તેવામાં નરેન સોનારની કલાકૃતિ આ સ્પર્ધામાં પસંદગી પામતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી પ્રમાણ પત્ર આપવામાં આવ્યું

X

કલા અને કલાકારને કોઈ સીમાડા નથી નડતાં કે, નથી કોઈ નાત જાત નડતી. એ તો નિજાનંદનો વિષય છે, અને સ્વયં વિકસે છે. જરૂરી નથી કે, એ કોઈ નિશ્ચિત વયમાં જ વિકસે. એ તો જીવનના કોઈ પણ પડાવ પર ખીલી શકે છે. કલા અને કલાકારને નામના કરતાં એમની કલાની કદર વધુ માફક આવે છે. કારણ કે, એનાથી તેઓને પ્રોત્સાહન મળે છે, અને તે વધારે ખીલે છે, ત્યારે ભરૂચ શહેરના આવા જ એક કલાકાર કે, જેઓએ કલાને લગતું શિક્ષણ નથી લીધું,

પણ તેઓની કલા પ્રત્યેની રુચિ જ એમને મન સર્વસ્વ છે. હાલમાં જ એપ્રિલ-2022માં ઈન્દોરના રેડ આર્ટ ફાઉન્ડેશનના નેજા હેઠળ ભારત સહિત વિશ્વભરમાંથી કલાકારોએ સોશિયલ મીડિયા એવા ફેસબુક પર ઓનલાઈન રહી માત્ર એક કલાકમાં પોતે દોરેલા ચિત્રની સાથે પોતાનો ચિત્ર દોરતો ફોટો અપલોડ કરવાનો હતો. જો એક કલાકમાં સૌથી વધુ ફોટો ફેસબુક પર અપલોડ થાય તો રેકોર્ડ બને છે, ત્યારે આ જ હેતુને ધ્યાનમાં રાખી આખા ભારત વર્ષ અને દુનિયાના અન્ય દેશોમાંથી કલાકૃતિ અપલોડ કરવામાં આવતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.

આ સ્પર્ધામાં કુલ 832 કલાકારોની કૃતિ મંજૂર કરવામાં આવી હતી. જેમાં ભરૂચના નરેન સોનારે પણ આ સંયુક્ત ઈવેન્ટમાં ભાગ લીધી હતો. તેવામાં નરેન સોનારની કલાકૃતિ આ સ્પર્ધામાં પસંદગી પામતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે. ચિત્રકલા ક્ષેત્રે નરેન સોનારે સમગ્ર દેશમાં ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Next Story