Connect Gujarat
ભરૂચ

ગુજરાતીપણાને ઘૂંટતી ફિલ્મ “કમઠાણ”ના મુખ્ય કલાકાર હિતુ કનોડિયાએ લીધી ભરૂચની મુલાકાત...

ગુજરાતી કોમેડી ફિલ્મ “કમઠાણ”ના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા, જ્ય તેઓએ પત્રકારોને ફિલ્મ વિષે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.

X

ગુજરાતી કોમેડી ફિલ્મ “કમઠાણ”ના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા, જ્ય તેઓએ પત્રકારોને ફિલ્મ વિષે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.

ભરૂચ શહેરની હોટલ રંગઇન ખાતે ગુજરાતી કોમેડી ફિલ્મ “કમઠાણ”ના ફેમ હિતુ કનોડિયાએ ખાસ મુલાકાત લીધી હતી. તેઓએ પત્રકારો સાથે ફિલ્મને લઈને ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યુ હતું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનતી ફિલ્મોથી આ ફિલ્મનો વિષય ભલે વર્ષો પહેલાં લખાયેલી વાર્તાનો છે, પણ આજે પણ તે એટલો જ પ્રાસંગિક છે. કમઠાણ ફિલ્મમાં હિતુ કનોડિયા ફરી એકવાર દાદાગીરી અને રુઆબદાર પાત્રમાં નજરે પડ્યા છે. સ્વભાવે ક્રોધિત પણ નિષ્ઠાવાન અને પોતાની પ્રતિષ્ઠાવાન છબીને લઈ હંમેશા સભાન રહેતાં PI એસ.આર.રાઠોડના પાત્રમાં કમઠાણમાં હિતુ કનોડિયાનો અંદાજ પણ અસરકારક છે, ત્યારે અર્બન ગુજરાતી ફિલ્મોના કમઠાણમાં, ગુજરાતીપણાને ઘૂંટતી ફિલ્મ ‘કમઠાણ’ કાઠું કાઢશે તે નિશ્વિત હોવાનું હિતુ કનોડિયાએ જણાવ્યુ હતું.

Next Story