હોલી રસિયા : અંક્લેશ્વરમાં VYOના વ્રજરાજકુમારજીની પધરામણી સાથે હોલી રસિયા ઉત્સવ ઉજવાયો

New Update
હોલી રસિયા : અંક્લેશ્વરમાં VYOના વ્રજરાજકુમારજીની પધરામણી સાથે હોલી રસિયા ઉત્સવ ઉજવાયો
Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે વડોદરાથી પધારેલ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)ના શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગો. 108 વ્રજરાજકુમારજી મહોદયની વિશેષ ઉપસ્થિતિમાં હોલી રસિયા પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Advertisment



ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં વડોદરાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)ના શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગો. 108 વ્રજરાજકુમારજી મહોદયયે પધરામણી કરી હતી. તેઓએ 10 જેટલા વૈષ્ણવ પરિવારમાં પધરામણી કરી આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ સંધ્યા સમયે કમલમ પાર્ટી પ્લોટમાં હોલી રસિયા પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભરૂચના સુપ્રસિદ્ધ કલાકાર દીપેન સોની અને તેમના વૃંદે દ્વારા હોલી રસિયાની લયબધ્ધ સુરાવલીઓ છેડી હતી. 500 કિલો ગુલાબ અને ગલગોટાની પાંખડીઓ છૂટી કરી હોલી રસિયા પ્રસંગે પ્રથમ બાવાશ્રી ઉપર પુષ્પવર્ષા કરી ત્યારબાદ એમના દ્વારા હોલી રસિયા રમાડવામાં આવ્યા હતા. આ હોલી રસિયા ઉત્સવ અંતર્ગત વ્રજરાજકુમારજી મહોદયએ તેમના વચનામૃતમાં આનંદ પામવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ પાસેજ જવું પડશે. લૌકિક, ભૌકિક સંસાધનો માત્ર સુખ આપશે તેમાં આનંદ નહિ મળે છે. વૈદ્વ્યાશજીને પણ ભગવાનની લીલાથી જ દર્શન થયા છે, ત્યારે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રીકૃષ્ણમય બનવા સાથે અનેરા આનંદનો માહોલ છવાયો હતો. વ્રજરાજકુમારજી મહોદયે અંક્લેશ્વરમાં VYOની કમિટી બનાવી કમિટીના હોદ્દેદારોને જવાબદારી સોંપી હતી. જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્ર વેકરીયા અને ઉપ-પ્રમુખ તરીકે બિપીન ઢોલરીયાની નિમણુક કરી સમગ્ર ટીમને શપથ લેવડાવીને વચનામૃત આપ્યા હતા. વ્રજરાજકુમારજી મહોદયે અંકલેશ્વરમાં 10 જેટલા વૈષ્ણવોને ત્યાં પધરામણી કરી આશીર્વચન આપ્યા હતા.

Latest Stories