અંકલેશ્વર : ઔદ્યોગિક સલામતી અંગે AIA ઓડિટોરિયમ ખાતે HSC સેમિનાર યોજાયો, કલેક્ટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત…

સેમિનાર અને પ્રદર્શનનું જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને મુખ્ય વક્તા ડો. સુનિલ પારેખના હસ્તે રિબિંગ કટિંગ કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

અંકલેશ્વર : ઔદ્યોગિક સલામતી અંગે AIA ઓડિટોરિયમ ખાતે HSC સેમિનાર યોજાયો, કલેક્ટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત…
New Update

AIA ઓડિટોરિયમ ખાતે HSC સેમિનારનું આયોજન

ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત

ઔદ્યોગિક સલામતી-વ્યવસાયિક સ્વાસ્થય અંગે ચર્ચા

પર્યાવરણ સંરક્ષણ તેમજ ફાયર પ્રોટેકશન વિષે ચર્ચા

મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમોના અગ્રણીઓની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને HSC સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એન્વાયર્નમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી, એ.આઈ.એ દ્વારા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે સેફ્ટી-ટચ એન્ડ ફિલ ઓફ હ્યુમીનિટી એક્ઝિબિશન અંતર્ગત HSE સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર અને પ્રદર્શનનું જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને મુખ્ય વક્તા ડો. સુનિલ પારેખના હસ્તે રિબિંગ કટિંગ કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ તકે ફાયર વિભાગના મનોજ કોટડીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ઔદ્યોગિક સલામતી, વ્યવસાયિક સ્વાસ્થય, પર્યાવરણ સંરક્ષણ તેમજ ફાયર પ્રોટેકશન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સેમિનારમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી, DPMCના ચીફ કો-ઓરડીનેટર વિજય અસાર, અતુલ પુસ્તક, મનસુખ વેકરીયા તેમજ હર્ષદ પટેલ સહિતના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

#Ankleshwar #HSC Seminar #Industrial Safety #Industrial Safety Seminar #ઔદ્યોગિક સલામતી #Ankleshwar AIA #AIA Auditorium
Here are a few more articles:
Read the Next Article