Connect Gujarat
ભરૂચ

કાળમુખા ડમ્પરે ભરૂચના વાગરામા બાઇક ચાલકને ફંગોળતા ઘટના સ્થળે દમ તોડ્યો

કાળમુખા ડમ્પરે ભરૂચના વાગરામા બાઇક ચાલકને ફંગોળતા ઘટના સ્થળે દમ તોડ્યો
X

વાગરા પંથકમાં દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧ મહિનામાં અંદાજીત 4 થી વધુ અકસ્માતની ઘટનામાં અનેકો લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગતરોજ પણ વાગરાની હનુમાન ચોકડી ખાતે ઉભેલા કન્ટેનર પાછળ એક ટ્રેકટર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવના લગભગ 15 કલાક બાદ આજરોજ ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક ઇસમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કાળમુખા ડમ્પરે ભરૂચના વાગરામા બાઇક ચાલકને ફંગોળતા ઘટના સ્થળે દમ તોડ્યો

બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાગરા તાલુકાની વિલાયત જી.આઈ.ડી.સી માં આવેલ કલરટેક્ષ કંપની તરફ જતા માર્ગ ઉપર આવેલ ચોકડી ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં સંદીપ એન્ટરપ્રાઈજનો એક ડમ્પર જેનો આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર જી.જે.૧૬.એ.વી ૫૭૫૧ જે વિલાયત ચોકડી તરફથી જ્યુબિલિયન્ટ કંપની તરફ આવી રહ્યો હતો. તે વેળા ટર્નિંગ ઉપર એક બાઈક ચાલક પોતાની બાઈક લઈને ઉભો હતો. ડમ્પર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના ૪૦ વર્ષીય ઈસમ અર્જુન ચુનીલાલ ચૌધરીનું ઘટના સ્થળેજ કરુણ મોત નિપજ્યું હતું. મરણજનાર ઈસમ વાગરા તાલુકાની વિલાયત જીઆઇડીસી સ્થિત જ્યુબિલિયન્ટ કંપનીના એ.આર કોર્પોરેશન કોન્ટ્રાકટમાં કામ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન સ્થળ પરજ મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. તેમજ ડમ્પરનો પણ કબજો મેળવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story