ભરૂચ: ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો જીવ પંચમહાભૂતમાં વિલીન,ભાલોદ ગામ ખાતે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

લક્ષ્મણ બારોટના ભાલોદ મોક્ષઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં કમલેશ બારોટ અને બિરજુ બારોટ સહિતના કલાકાર જોડાયા હતા

ભરૂચ: ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો જીવ પંચમહાભૂતમાં વિલીન,ભાલોદ ગામ ખાતે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
New Update

વિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનું નિધન થતા આજરોજ ઝઘડિયાના ભાલોદ ગામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આધુનિક યુગમાં ભજન અને સંતવાણીને સતત ધબકતી રાખવામાં લક્ષ્મણ બારોટનો સિંહ ફાળો છે. કહેવામાં આવે છે કે તેમના સંતવાણીના કાર્યક્રમમાં શ્રોતાઓમાં 80 ટકા યુવાનો અને બાકીના 20 ટકામાં વડીલો રહેતા. તેમના ભજન સાંભળીને અનેક યુવાનો ભક્તિમાર્ગ પર વળ્યા હોવાના પણ કેટલાક દાખલા છે.પોતાના ભજનોથી ગુજરાત સહિત વિશ્વભરમાં સંતવાણીના સૂર રેલાવનાર ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન થયું છે.

તેમના અવસાનના સમાચારથી સંત સમાજ તેમજ તેમના ચાહક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે. જામનગર ખાતે ગતરોજ વહેલી સવારે પાંચ વાગ્યે તેમણે દેહત્યાગ કર્યો હતો. સાથે જ તેમના પાર્થિવ દેહને હાલ ભરૂચના રાજપારડી ખાતે તેમણે બનાવેલા ‘શિવશક્તિ ભજન પીઠ આશ્રમ’ખાતે તેમના પાર્થિવ દેહના દર્શન અર્થે રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ ભાલોદ મોક્ષઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં કમલેશ બારોટ અને બિરજુ બારોટ સહિતના કલાકાર જોડાયા હતા અને તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

#Laxman Barot #Laxman Barot Passed Away #RIP Laxman Barot #લક્ષ્મણ બારોટ ચમહાભૂતમાં વિલીન #ભાલોદ ગામ #લક્ષ્મણ બારોટ અંતિમ સંસ્કાર #શિવશક્તિ ભજન પીઠ આશ્રમ #Shivshakti Bhajan Pith Ashram #ભાલોદ મોક્ષઘાટ
Here are a few more articles:
Read the Next Article